Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હંમેશા રોટલી ખાનાર શેફ પીટર પ્રાઇમને જ્યારે આને પરિભાષિત કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે પીટરે હસતા હસતા લાંબો જવાબ આપ્યો હતો. પીટરે કહ્યું કે આ ગોળાકાર ધરાવનાર પાતળી રોટલી છે. પીટર મૂળ રીતે ત્રિનિદાદના છે, તેમના દેશમાં આને બસ અટ શટ કહે છે. હકીકતમાં રોટલી દુનિયામાં સર્વવ્યાપી અને કદ બદલતા ખાદ્ય પદાર્થો પૈકી એક છે. કોઇ ને કોઇ રૂપમાં રોટલીને દુનિયાભરના દેશો આરોગે છે. ખાસ બાબત એ છે કે દેશ, રાજ્યની વાત તો દૂરની રહી એક વિસ્તારના બે ઘરમાં પણ રોટલી એક સમાન રહેતી નથી.

ભારતમાં મુખ્ય રીતે ઘઉંના લોટમાંથી રોટલી બનાવવામાં આવે છે. મલેશિયામાં આ રોટલી પરત ધરાવે છે. જેને રોટી કનાઇ કહેવામાં આવે છે. ગુયાનામાં ઝબરા રોટી અને કેન્યામાં ચપાતી તરીકે લોકપ્રિય છે. એક રીતે રોટલી દુનિયાભરમાં સૌથી સુવિધાજનક ભોજન તરીકે છે. અમેરિકામાં પ્રોવિઝન સ્ટોરમાં રોટલીની દુનિયાભરની વેરાયટી ફ્રોઝન રોટલી સ્વરૂપમાં મળી જાય છે. તાજી રોટલી ખાવા ઇચ્છુક લોકો માટે એક લાખ રૂપિયાનું રોટિમેટિક મશીન છે, જે 90 સેકન્ડમાં ગોળ રોટલી બનાવી દે છે. ગુજરાત મૂળની ફૂડ બ્લોગર પલક પટેલ રોટલી (ગુજરાતી નામ)ને માખણ અને જેમ નાંખીને પિનવ્હીલ જેવી બનાવે છે. ક્યારેક તેમાં કેળા, ઘી અને ગોળ પણ મિક્સ કરવામાં આવે છે. તેમના દીકરા સાહિલને આ ખૂબ પસંદ છે. પલક કહે છે કે રોટલી માત્ર ભોજનના એક ભાગ તરીકે નથી પરંતુ અનુભવ પણ છે. આને ખાવાથી માતાની સાથે જોડાણનો અનુભવ પણ થાય છે. નોર્થ વર્ઝિનિયાની વકીલ રિયા શાહ કહે છે કે ભારતમાં રોટલી બનાવવાનું કામ પરંપરાગત રીતે મહિલાઓનું કામ છે. ફ્રોજન રોટલીએ આ દબાણ ઘટાડી દીધું છે.