રાજકોટમાં અમરનાથ મંદિરમાં મહાઆરતી વિવાદ મામલ થયેલ પાસા કાર્યવાહી બાદ આજે પી.ટી.જાડેજા મંદિરમાં આરતી કરવા પહોચ્યા હતા. જ્યાં મંદિર પટાંગણમાં સામેના લોકો સાથે શાબ્દિક બોલાચાલી થઇ હતી અને પી ટી જાડેજા દ્વારા તેમના પર ખોટા આક્ષેપો સાથે ખોટી ફરિયાદો કરાવવામાં આવી હોવાનો રોષ ઠાલવ્યો હતો. આજની મહાઆરતી અને પ્રસાદ માટે દાતા નિવૃત ડી.વાય.એસ.પી કે. બી ઝાલા હતા જેઓએ પણ પી ટી જાડેજાને આરતીમાં ભાગ લેવા અને કોઈ વિવાદ ન કરવા વિનંતી કરી હતી. આજે પી. ટી. જાડેજા પરિવાર સાથે મંદિર ખાતે આરતી કરવા પહોંચ્યા હતા. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમના દ્વારા આજે અગાઉથી જ મંદિર ખાતે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી અને આજે આરતીમાં પી ટી જાડેજા તેમજ પરિવારજનો જોડાયા હતા.
રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પ્રવિણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પી.ટી.જાડેજા વિરુદ્ધ એક મહિના પૂર્વે તેમના વિસ્તારમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી કરવા મામલે થયેલ વિવાદ દરમિયાન કારખાનેદારને ધમકી આપવા બદલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસ પી.ટી.જાડેજા વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી હતી અને બાદમાં પાસા રીવોક કરવામાં આવતા આજે પી ટી જાડેજા તેમના પરિવારજનો અને સમર્થકો સાથે આરતી કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને મંદિર પટાંગણમાં કેટલાક લોકો સાથે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઇ હતી. પી.ટી. જાડેજાએ બોલાચાલી દરમિયાન તેમની સામે ખોટા આરોપો અને ખોટી ફરિયાદો કરી પાસા કાર્યવાહી કરાવવામાં આવી હોવાનો રોષ ઠાલવ્યો હતો.