અસમાનતા પર જાણીતા અર્થશાસ્ત્રી અને પેરિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના ડાયરેક્ટર થોમસ પિકેટીને માનવું છે કે, ભારતમાં છેલ્લા 15 વર્ષમાં શિક્ષણ પર ખર્ચ જીડીપીના 3 ટકાની આસપાસ છે. જે નિર્ધારિત લક્ષ્ય 6 ટકા કરતા અડધો છે. પિકેટીએ પોતાના રિસર્ચ પેપર ‘પ્રપોઝલ ફોર વેલ્થ ટેક્સ પેકેજ ટુ ટેકલ એક્સ્ટ્રીમ ઈનઇક્વાલિટી ઈન ઈન્ડિયા’માં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર ઘટાડવા માટે માટે ઘણા સૂચનો આપવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે ટેક્સની નવી જોગવાઈથી આર્થિક અસમાનતા દૂર થશે સાથે સરકારને સામાજિક ક્ષેત્રમાં રોકાણ કરવા નાણાં પણ મળશે.
ભારત, ચીન, અમેરિકા, સહિત તમામ દેશોનો ડેટા સંગ્રહ કર્યો છે. જેમાં જાણવાનો પ્રયાસ કર્યો છે કે દેશમાં વિવિધ જૂથો વચ્ચે આવક કેવી રીતે વહેંચાવામાં આવે છે. રિસર્ચમાં સામે આવ્યું કે ભારતમાં નીચેના 50 ટકા લોકોનું રાષ્ટ્રીય આવકમાં 10-15 ટકા સુધીનું યોગદાન હોઈ શકે છે. જોકે, હાલ તે દક્ષિણ આફ્રિકા(5 ટકા) કરતા સારૂં છે પરંતુ નોર્ડિક યુરોપ(25-30%) કરતા ઘણું ઓછું છે.