વર્ષ 2022માં દેશમાં ડિજિટલ માધ્યમથી સર્વાધિક લેણદેણમાં ચેન્નાઇ ટોચ પર રહ્યું છે. પેમેન્ટ સર્વિસ ફર્મ વર્લ્ડલાઇન ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ચેન્નાઇમાં વર્ષ 2022 દરમિયાન $35.5 અબજની કિંમતના કુલ 14.3 મિલિયન ટ્રાન્ઝેક્શન થયા છે. ત્યારબાદ યાદીમાં $65 અબજની લેણદેણના મૂલ્યના 29 મિલિયન ટ્રાન્ઝેક્શન થયા છે.
આ બાદ યાદીમાં $50 અબજ મૂલ્યના 19.6 મિલિયન ટ્રાન્ઝેક્શન સાથે નવી દિલ્હી ત્રીજા ક્રમે, મુંબઇ ($49.5 અબજના મૂલ્યના 18.7 મિલિયન ટ્રાન્ઝેક્શન) સાથે ચોથા ક્રમે અને $32.8 અબજના 15 મિલિયન ટ્રાન્ઝેક્શન સાથે પુણે પાંચમાં ક્રમે છે.
વર્લ્ડલાઇન ઇન્ડિયાના CEO રમેશ નરસિમ્હાએ કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં જે અદ્દભુત પ્રગતિ જોવા મળી છે તેને લઇને હું ચકિત છું. કેશલેસ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે ચૂકવણી માટેના અનેકવિધ ડિજિટલ માધ્યમોના ઉપયોગને વધુને વધુ પ્રાધાન્ય અપાઇ રહ્યું છે.
વર્ષ 2023 અને ત્યારબાદ વ્યાપક અને મજબૂત ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમના નિર્માણ માટે વર્લ્ડલાઇન પાર્ટનર બેન્ક, ફિનટેક, ઇ-કોમર્સ દિગ્ગજ સાથે સહયોગ વધારવાનું યથાવત્ રાખશે તેમજ ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રોકાણ જારી રાખશે. કેશલેસ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે ચૂકવણી માટેના અનેકવિધ ડિજિટલ માધ્યમોના ઉપયોગને વધુને વધુ પ્રાધાન્ય અપાઇ રહ્યું છે.