છેલ્લા ત્રણ મહિનામાં ઈન્ડિગો એરલાઈન્સના વિમાનોની ત્રણ ટેઇલ સ્ટ્રાઈકની ઘટનાઓ બની છે. જે બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ક્રૂ મેમ્બરો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. એક ટેઇલ સ્ટ્રાઈક 2 ફેબ્રુઆરીએ અને બે 14 એપ્રિલે થઈ હતી. ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તપાસના પરિણામના આધારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસોમાં સામેલ ક્રૂ મેમ્બર્સને ઓફ-રોસ્ટર કરવામાં આવ્યા છે, એટલે કે, તેમને કામ કરતા અટકાવવામાં આવ્યા છે અને ફ્લાઈંગ ડ્યુટી માટે રિલીઝ પહેલા તપાસના પરિણામોના આધારે કરેક્ટિવ ટ્રેનિંગ માટે કહેવામાં આવ્યું છે. આ તાલીમ બાદ જ ક્રૂ મેમ્બર્સ કામ પર પરત ફરી શકશે.
વધુમાં, કેસના તથ્યોના આધારે, એરલાઇનના ટેક-ઓફ અને લેન્ડિંગની મંજૂરી પાછી ખેંચી લેવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે એપ્રૂવ્ડ મેન્ટેનન્સ પ્રોસીઝર હેઠળ જરૂરી મેન્ટેનન્સ એક્શન પછી ઘટનામાં સામેલ એરક્રાફ્ટને રિલીઝ કરવામાં આવશે.