બેંગલુરુમાં, એક વ્યક્તિએ અપહરણનો લાઈવ વીડિયો રેકોર્ડ કરીને ગુનેગારોને પકડ્યા. ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરતી વખતે વ્યક્તિએ પોલીસને ટેગ કરી હતી.
માહિતી મળતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ટીમે વાહન નંબરના આધારે અપહરણકારોની ઓળખ કરી હતી. 12 કલાકમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલો 15મી જુલાઈનો છે. એચએસઆર લેઆઉટ વિસ્તારમાં હેંગઓવર પબ પાસે વિજય ડેનિસ નામનો વ્યક્તિ પોતાની કારમાં બેઠો હતો. રાત્રે લગભગ 12 વાગ્યે કેટલાક લોકો પબમાંથી બહાર આવ્યા અને એક વ્યક્તિને માર મારવા લાગ્યા.
મારપીટ કર્યા બાદ આરોપી પીડિતને કારમાં બેસાડીને ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના વિજયે પોતાના કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી. અડધા કલાક પછી, વિજયે કર્ણાટક ડીજીપી અને અન્ય અધિકારીઓને ટેગ કરીને ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યો.