Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 17 એપ્રિલથી શરૂ થયેલી ચોથા સેમેસ્ટરની પરીક્ષામાં કોપીકેસ પકડાવવાનો સિલસિલો હજુ યથાવત્ છે. પરીક્ષાના પહેલા દિવસે જ ત્રણ કોપીકેસ પકડાયા બાદ બુધવારે ત્રીજા દિવસે પણ ત્રણ કોપીકેસ પકડાયા છે. ગાયત્રી કૃપા કોલેજમાંથી બી.કોમ. સેમેસ્ટર-4ના વિદ્યાર્થી સામે કોપીકેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ ચારેય વિદ્યાર્થીઓ કાપલીમાંથી ચોરી કરીને પરીક્ષા આપી રહ્યા હતા જે ધ્યાને આવતા કોલેજ સંચાલક દ્વારા નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. સોમવારથી શરૂ થયેલી 49599 વિદ્યાર્થીઓની પરીક્ષાના પહેલા દિવસે સાવરકુંડલામાં બીએસસી સેમેસ્ટર-4ના બે વિદ્યાર્થી કાપલીમાંથી ચોરી કરતા હોવાનું ધ્યાને આવતા કોપીકેસ દાખલ કર્યો હતો છે. આ ઉપરાંત ભાયાવદરમાં પણ બીસીએ સેમેસ્ટર-4માં એક વિદ્યાર્થી કાપલીમાંથી ચોરી કરીને પરીક્ષા આપતા હોવાનું ધ્યાનમાં આવતા કોપીકેસ કર્યો હતો.

17મીથી યુનિવર્સિટીના બી.એ., બી.કોમ. સહિતના જુદા જુદા 17 કોર્સના સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઇ છે જેમાં બુધવારે ત્રીજા દિવસે પણ 3 કોપીકેસ નોંધાયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દરેક પરીક્ષામાં ઢગલાબંધ કોપીકેસ અને ગેરરીતિના બનાવ બનતા હોય છે.