Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મુંબઈ ઈન્ડિયન્સે IPLની 18મી સીઝનમાં સતત બીજી જીત નોંધાવી. ટીમે ગુરુવારે સનરાઈઝર્સ હૈદરાબાદને 4 વિકેટે હરાવ્યું. વિલ જેક્સે 36 રન બનાવ્યા, તેણે બોલિંગમાં 2 વિકેટ પણ લીધી. MIએ આ પહેલાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું.


વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ બોલિંગ પસંદ કરી. શાનદાર બોલિંગ સામે હૈદરાબાદે 5 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા. મુંબઈએ 18.1 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર ટાર્ગેટ ચેઝ કરી લીધો. રોહિત શર્માએ 26, રાયન રિકેલ્ટને 31 અને સૂર્યકુમાર યાદવે 26 રન બનાવ્યા. હૈદરાબાદ તરફથી કેપ્ટન પેટ કમિન્સે 3 અને ઈશાન મલિંગાએ 2 વિકેટ લીધી.

મુંબઈ ઈન્ડિયન્સે 19મી ઓવરના પહેલા બોલ પર જીત નોંધાવી. તિલક વર્માએ ઝીશાન અંસારી સામે ચોગ્ગો ફટકાર્યો અને ટીમને 4 વિકેટે જીત અપાવી.

Related News

Recommended