શહેરમાં મવડી નજીક ખોડિયારનગરમાં રામનવમીના દિવસે માંસ મટનનું વેચાણ થતું હોવાની ફરિયાદ કરતા મહાનગરપાલિકાના સેનિટરી શાખાની ટીમે દરોડા પાડી બે શખ્સને પકડી માલવિયાનગર પોલીસ હવાલે કરતા પોલીસે બન્ને શખ્સ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આરાેપીઓની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તા.17ના રોજ બુધવારે રામનવમીનો તહેવાર હોય માંસ મટન વેચવાની દુકાનો બંધ રાખવા મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલએ જાહેરનામું બહાર પાડ્યું હતું દરમિયાન ખોડિયારનગરમાં માસ મટનની દુકાનોમાં વેચાણ થતું હોવાની ફરિયાદ ઉઠતા સેનિટરી ઇન્સ્પેક્ટર ફિરોઝભાઇ શેખ સહિતના સ્ટાફે દરોડા પાડ્યા હતા અને જેમાં વિમલ દિલીપભાઇ પરિયર અને મહેરાજ હસમત અંસારીની અટકાયત કરી માલવિયાનગર પોલીસ હવાલે કરતા જમાદાર દિનેશભાઇ બગડા સહિતે બન્ને સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.