Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRએ કહ્યું છે કે પેકેજ્ડ ફૂડ પરના લેબલના દાવા ભ્રામક હોઈ શકે છે. હેલ્થ રિસર્ચ બોડી ICMR એ પણ કહ્યું કે ગ્રાહકોએ પેકેજ્ડ ફૂડ પર આપવામાં આવેલી માહિતીને ધ્યાનથી વાંચવી જોઈએ, જેથી તેઓ જાણી શકે અને પોતાના માટે હેલ્દી વિકલ્પ પસંદ કરી શકે.


ફેટયુક્ત હોઈ શકે છે શુગર ફ્રી ફુડ્સ
ICMR એ પણ જણાવ્યું છે કે શુગર ફ્રી ફુડ્સ ફેટયુક્ત હોઈ શકે છે. જ્યારે પેક્ડ ફળોના રસમાં માત્ર 10% ફળોનો પલ્પ હોય છે. તેની હાલમાં બહાર પાડવામાં આવેલી આહાર ગાઈડલાઈનમાં, ICMRએ જણાવ્યું હતું કે પેકેજ્ડ ફૂડ પરના સ્વાસ્થ્યના દાવાઓ માત્ર ગ્રાહકોનું ધ્યાન ખેંચવા અને તેમને જણાવવા માટે બનાવવામાં આવ્યા છે કે પ્રોડક્ટ હેલ્દી છે.

લેબલ્સ પરની માહિતી ભ્રામક હોઈ શકે છે
ટોપ હેલ્થ રિસર્ચ સંસ્થા ICMR હેઠળ હૈદરાબાદ ખાતેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN)એ બુધવારે ભારતીયો માટે ડાઈટરી ગાઈડલાઈન જાહેર કરી હતી. NIN એ જણાવ્યું હતું કે "ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના સખ્ત ધોરણો છે, પરંતુ લેબલ પરની માહિતી ગેરમાર્ગે દોરનારી હોઈ શકે છે".

કેટલાક ઉદાહરણો આપતા, NINએ જણાવ્યું હતું કે ખાદ્ય ઉત્પાદનને 'કુદરતી' કહી શકાય જો તેમાં રંગો, સ્વાદ અને કૃત્રિમ પદાર્થો ઉમેરવામાં આવ્યાં નથી અને તે મિનિમમ પ્રોસેસિંગમાંથી પસાર થાય છે.