બુધવારે (27 નવેમ્બર) સેન્સેક્સ 230 પોઈન્ટ વધીને 80,234 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 80 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 24,274 પર બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં ઉછાળો અને 14માં ઘટાડો જોવા મળ્યો છે.
આજે સૌથી વધુ ઉછાળો ઓટો, આઈટી અને એનર્જી શેરોમાં જોવા મળ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ આજે નિફ્ટીમાં ટોપ ગેઇનર હતો. તે આજે રૂ. 248.50 (11.56%) વધીને રૂ. 2,399 પર બંધ થયો હતો.