ગોંડલના બસસ્ટેન્ડ પાસે જૂના માર્કેટ યાર્ડમાં પાર્ક કરવામાં આવેલી ઇકો કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને ઘડીભરમાં તો કારમાં આગ લાગી હતી,
ગોંડલ બસ સ્ટેન્ડ પાસે જૂના માર્કેટિંગ યાર્ડમાં પાર્ક કરેલી GJ02CG 1050 નંબરની ઇકો કારમાં આગ લાગતા કાર અચાનક જ દોડવા લાગી હતી અને તેના પગલે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સળગતી કાર દોડતા યાર્ડના કર્મચારીઓ અને દુકાનદારોએ કાર રોકવા માટે મોટા મોટા પથ્થરો મૂક્યા છતા કાર રોકાઈ નહતી. જે બાદ યાર્ડના મુખ્ય દરવાજા નજીક ફ્રુટની લારી નજીક કાર રોકાઈ હતી. ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટાફને થતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, કાર બળીને થઈ ખાખ થઈ હતી. કારના માલિક હસમુખભાઈ આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અમે મહેસાણા જિલ્લાના તાલુકાના જોટાણા ગામે રહીએ છીએ અને વિરપુર દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરી પરત ગોંડલ જૂના માર્કેટિંગ યાર્ડમાં કાર પાર્ક કરીને મરચાં લેવા ગયા હતા અને પાછળજી કારમાં ધુમાડા નીકળવા લાગ્યા અને ચાલવા લાગી. જો કે પરિવારનો બચાવ થયો હતો.