ઇક્વિટી માર્કેટની સાથે-સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ મજબૂત સ્થિતી જોવા મળી છે. વિદેશી રોકાણકારોની ગેરહાજરી વચ્ચે સ્થાનિક રોકાણકારોનો ઉત્સાહ પ્રાઇમરી તેમજ સેકન્ડરી માર્કેટમાં સતત વધી રહ્યો છે.
પ્રાઇમરી માર્કેટમાં ખાસ કરીને એસએમઇ આઇપીઓમાં જોરદાર ભરણાઓ થઈ રહ્યા છે. હજાર ગણા થી વધુ ભરણાઓ અનેક કંપનીમાં થયા છે. જેમકે પાંચ કરોડની કંપનીને જરૂર હોય ત્યાં 12,000 કરોડ રૂપિયાની ઓફર રોકાણકારો દ્વારા થઈ રહી છે.
આવા સમયે એસએમઈ આઇપીઓની તેજીને રોકવા તથા ભરણા ઘટાડવા સેબી દ્વારા મિનિમમ રોકાણ સાઇઝ એકથી દોઢ લાખના બદલે વધારીને પાંચ લાખની કરવા માટેની વિચારણા છે. સેબી દ્વારા આગામી ટુંકાગાળામાં સેકન્ડરી-પ્રાઇમરી માર્કેટ માટે નવા નિયમો રજૂ કરે તેવું અનુમાન છે.
લીસ્ટીંગ નિયમોમાં તો એનએસઈ દ્વારા 4 જુલાઈથી નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. હવે 4 જુલાઈ પછી લિસ્ટિંગ થનારા શેરો એનએસઈ માં 90% થી વધુ પ્રીમિયમથી લિસ્ટ થશે નહીં. જોકે આ નિયમ બીએસઈમા ઘણા સમયથી છે. આમ લિસ્ટિંગમાં થતી તેજીને રોકવા પગલાઓ લેવાઈ રહ્યા છે.