UAEમાં રમાયેલા એશિયા કપમાં શ્રીલંકા ચેમ્પિયન બન્યુ છે. શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતુ. આ સાથે જ શ્રીલંકા છઠ્ઠીવાર એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. શ્રીલંકાની જીતના હીરો ભાનુકા રાજપક્ષા, વાનિન્દુ હસરંગા, પ્રમોદ મદુશન રહ્યા હતા. 171 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રમોદ મદુશને 4 વિકેટ, તો હસરંગાએ 3 વિકેટ લીધી હતી. મોહમ્મદ રિઝવાને 55 રન બનાવ્યા હતા.