Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના યુનિવર્સિટી રોડ પરના નિલકંઠનગરમાં રહેતા પરિવારનો 12 વર્ષનો બાળક અન્ય બાળકો સાથે રમતો હોય તે બાળક ધમાલ કરે છે તેવી રાવ કરી પાડોશીઓએ બાળકને મારી નાખવાની અને તેના પિતાને છેડતી કેસમાં ફિટ કરી દેવાની ધમકી દઇ માથાકૂટ કરી હતી, પોલીસે પાંચ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


નિલકંઠનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં રાજશેખરભાઇ રોહિતભાઇ રાવલે (ઉ.વ.43) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા જ્યોતિ, કુલદીપસિંહ, હેતલ, હિતેષ અને નિશાંતના નામ આપ્યા હતા, રાજશેખરભાઇ રાવલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો 12 વર્ષનો પુત્ર જીતાત્મન ગુરૂવારે રાત્રે નવેક વાગ્યે પોતાની સાઇકલ લઇને શેરીના અન્ય બાળકો સાથે શેરીમાં આવેલા શિવશક્તિ કૃપા નામના મકાન પાસે રમતો હતો અને બાળકોએ રમતી વખતે દેકારો કર્યો હતો, થોડીવાર રમ્યા બાદ જીતાત્મન પોતાના ઘરે આવી ગયો હતો, ત્યારબાદ આરોપીઓ રાજશેખરભાઇના ઘરે ધસી ગયા હતા અને તમારો પુત્ર અમારા ઘર પાસે ધમાલ કરતો હતો તેમ કહી રાજશેખરભાઇના પત્ની બિનલબેનને ગાળો ભાંડવા લાગ્યા હતા,

છોકરાવના મુદ્દે માથાકૂટ કરવી યોગ્ય નથી તેવું રાજશેખરભાઇએ કહેતા હેતલે રાજશેખરભાઇને ધક્કો માર્યો હતો અને ‘તને છેડતીની ખોટી ફરિયાદમાં ફસાવી દઇશ’ તેવી ધમકી આપી હતી અને હવે તમારો બાળક જીતાત્મન અમારા ઘર પાસે રમવા આવશે તો તેના ટાંટિયા તોડી નાખશું અને તે ક્યાં ગુમ થઇ જશે તેની કોઇને ખબર નહીં પડે તેવી ધમકી આપી હતી.