ધોરાજીમાં સ્મશાન ગૃહમાં મૃતદેહોની અંતિમ વિધીમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા દિવ્ય ભાસ્કરે અહેવાલો પ્રસિધ્ધ કરતાં તંત્ર સફાળું જાગી ગયું હતું અને સ્મશાનમાં છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી વીજ ભઠ્ઠીના રિપેરિંગની કામગીરી આરંભી છે જે નજીકના ભવિષ્યમાં જ પૂર્ણ થઇ જશે તેવો દાવો વહીવટદારે કર્યો છે.
ધોરાજીના સ્મશાન ગૃહમાં ઘણા સમયથી ઈલેટીક સ્મશાન ગૃહ બંધ હતું ત્થા અંતિમ વિધીમાં લીલા મોટા લાકડાંથી ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની લોક ફરિયાદ ઉઠતાં સ્થાનિક હિન્દુ સમાજના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.