જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજીનો દેહવિલય થયા બાદ તેમની સમાધિ પાસે ધૂળ લોટની વિધી વખતે અખિલ ભારતીય અખાડા પરિષદના સેક્રેટરી હરિગીરીએ બળજબરીથી જૂના અખાડાના પ્રેમગીરીની ચાદરવિધી કરી નાંખ્યાની પોલીસમાં અરજી થઇ છે. જેમાં દિવંગત તનસુખગીરીજીના પરીવારે માલિકીની જગ્યામાં બળજબરી કર્યાનો આરોપ હરિગીરી પર મૂક્યો છે. આ સમગ્ર વાદવિવાદના ઘટનાક્રમ વચ્ચે જૂનાગઢમાં એક વિડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવા યુગલનો કિસીંગ સીન છે.
15 સેકન્ડની આ વિડિયો ક્લિપમાં એક શખ્સ સનાતની સાધુની વેશભૂષામાં એક અલ્ટ્રામોર્ડન દેખાતી યુવતીને કીસ વારંવાર કીસ કરતો હોય એવું દેખાય છે. ખુબીની વાત એ છેકે, આ તેઓની અંગત પળ હોય એવું માની શકાય એમ નથી કારણકે, બેકગ્રાઉન્ડમાં પાર્ટી ચાલી રહી હોય અેવું મ્યુઝિક વાગે છે સાથે બંને વારંવાર કેમેરા તરફ નજર કરે છે. આથી સ્પષ્ટ થાય છેકે, કોઇ પાર્ટીમાં એક શખ્સ સનાતની સાધુની વેશભૂષા ધારણ કરી આવી ઓન કેમેરા બિભત્સ હરકત કરી રહ્યો છે.