ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં કુલ 15 ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યુ છે. તો ચાર અન્ય ખેલાડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. T20 વર્લ્ડ કપનો પ્રારંભ 16 ઓક્ટોબરથી થશે. તો ભારતીય ટીમ તેમની પહેલી મેચ 23 ઓક્ટોબરે કટ્ટર હરિફ એવા પાકિસ્તાનની સામે રમશે. આ અગાઉ 10 ઓક્ટોબરથી વોર્મઅપ મેચ રમાશે. જેમાં ટીમ ઈન્ડિયા 2 વોર્મઅપ મેચ (17 ઓક્ટોબર અને 19 ઓક્ટોબર) પણ રમશે.
T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ કરાયેલા કુલ 15 પ્લેયર્સમાંથી 4 તો ગુજરાતી પ્લેયર્સ છે. આ બતાવે છે કે ક્રિકેટની ફિલ્ડમાં ગુજરાતી ખેલાડીઓની બાલબાલા રહી છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને હર્ષલ પટેલ T20 વર્લ્ડ કપ માટેની સ્ક્વોડમાં છે.