Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના બોપલમાં આવેલા બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં થોડા દિવસ અગાઉ એક યુવકે 500 રૂપિયાની 19 નકલી નોટ ડિપોઝિટ કરી હતી. આ અંગે બેંક દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરીને ઝડપી પાડયો છે. SOG દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી નકલી નોટ ભરીને અસલી નોટ નીકાડતો હતો.


19 નકલી ચલણી નોટ ડિપોઝિટ કરી
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં 12 ડિસેમ્બરના રોજ એક અજાણ્યો વ્યક્તિ 500 રૂપિયાના દરની 19 નકલી ચલણી નોટ ડિપોઝિટ કરી ગયો હતો. આ અંગે બેંક મેનેજરને જાણ થતાં બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. આ અંગે ગ્રામ્ય SOG દ્વારા CDMના સીસીટીવી કેમેરા તપસ્યા ત્યારે એક યુવક કેશ ડિપોઝિટ કરી રહ્યા હોવાનું દેખાઇ રહ્યો હતો. પોલીસે બાતમીના આધારે સાણંદમાં રહેતા અર્પિત ગજ્જરને ઝડપી પાડયો હતો. આરોપીની ઉમર 29 વર્ષ છે.