વરસાદથી વિક્ષેપિત IPL મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યું. DLS પદ્ધતિ હેઠળ, ગુજરાતને 147 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો, જે ગુજરાતે 7 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો.
વાનખેડે સ્ટેડિયમ ખાતે ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા. વિલ જેક્સે 53 અને સૂર્યકુમાર યાદવે 35 રન બનાવ્યા હતા. GT તરફથી સાઈ કિશોરે 2 વિકેટ લીધી.
ગુજરાતની ઇનિંગ દરમિયાન બે વાર વરસાદ પડ્યો. પહેલી વાર ગુજરાત 9 રનથી આગળ હતું, પણ બીજી વાર 5 રનથી પાછળ રહી ગયું. પ્રથમ વરસાદ બંધ થયા પછી જ્યારે રમત ફરી શરૂ થઈ, ત્યારે ગુજરાતે 15મી અને 18મી ઓવર વચ્ચે 25 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે શુભમન ગિલ (43 રન) અને શાહરૂખ ખાન (6 રન)ને આઉટ કર્યા. જ્યારે, ટ્રેન્ટ બોલ્ટે શેરફેન રૂધરફોર્ડ (28 રન) અને અશ્વિની કુમારે રાશિદ ખાન (2 રન)ને આઉટ કર્યા. અહીંથી મેચ મુંબઈના પક્ષમાં આવી.
જ્યારે રમત બીજી વખત બંધ થઈ, ત્યારે ગુજરાતનો સ્કોર 6 વિકેટે 132 રન હતો. ટીમને 12 બોલમાં 24 રનની જરૂર હતી, પરંતુ DLS પદ્ધતિમાં મુંબઈ 5 રનથી આગળ હતું. રમત ફરી શરૂ થઈ અને ગુજરાતને 6 બોલમાં 15 રનની જરૂર હતી. દીપક ચહર તેને ડિફેન્ડ કરી શક્યો નહીં.