પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાન વિભાજિત છે. સેના પણ દુવિધામાં છે. ઇમરાન ખાનની ધરપકડનો દાવ ઊંધો પડી શકે છે. ઇમરાન ખાન કસ્ટડીમાં રહે ત્યાં સુધી હિંસા રોકાય તેવી શક્યતા ઓછી છે. ઇમરાને થોડાક દિવસ પહેલાં આશંકા વ્યક્ત કરી હતી કે શાહબાઝ શરીફ સરકાર તેમને જેલભેગા કરવા માટે ઇચ્છુક છે. ઇમરાને વીડિયોમાં કહ્યું હતું કે અયોગ્ય લોકોના પ્રભાવ હેઠળ રહેવા કરતાં મરવાનું પસંદ કરશે. સવાલ એ છે કે, શું તમે તૈયાર છો ? સરકાર તેમને જેલભેગા કરવા માંગે છે. જેલ જવા માટે એ વખતે ઇમરાને તૈયારી પણ દર્શાવી હતી. ખાનની આ આગાહીનો પહેલો ભાગ તેમના કહેવા મુજબ જ આગળ વધ્યો છે. તેમની ધરપકડની સાથે જ હિંસા અને આગની ઘટનાઓ બનવા લાગી ગઇ છે. 24 કરોડની વસતીવાળા દેશનાં દરેક શહેરમાં લોકો રસ્તા પર ઉતરી ગયા છે. આ ધરપકડના કારણે સમગ્ર પાકિસ્તાન વિભાજિત છે.
તેઓ એકમાત્ર ઇમાનદાર છે તે વાત સમજાવવામાં ઇમરાન સફળ
યાસ્મીન કહે છે કે, ઇમરાનને ખૂબ સમર્થન મળ્યું છે. તેમની લોકપ્રિયતાથી ભયનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે છ મેના દિવસે એક મૌલવીએ ખૈબર પખ્તૂનખ્વા રાજ્યમાં પીટીઆઇની રેલીમાં કહ્યું હતું કે ઇમરાન સાચા છે, તેમનું પૈયગમ્બરની જેમ સન્માન કરે છે. ઇમરાનની ટીકા કરનારની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના કેટલી પણ ઘૃણાસ્પદ હોય પરંતુ આ વાસ્તવિકતા છે કે લોકો તેમનું સમર્થન કરે છે. રાજકીય જગતમાં તેઓ એક ઇમાનદાર છે તે બાબત દેશના લોકોને સમજાવવામાં ઇમરાન સફળ રહ્યા છે. તેમની હાજરીમાં રસ્તા પર રક્તપાત, ગંભીર આર્થિક સંકટની સ્થિતિ ન હતી. હાલમાં હાલત ખરાબ છે. શાહબાઝ સરકારના દોરમાં મોંઘવારી 47 ટકા છે. ડોલરની સરખામણીમાં રૂપિયો 54 ટકા ઘટી ગયો છે. જ્યાં સુધી ખાન કસ્ટડીમાં છે ત્યાં સુધી હિંસા અટકે તેવી શક્યતા ઓછી છે.