Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચીન આ દિવસોમાં પાકિસ્તાનથી નારાજ છે એ જ કરાણ છે કે શપથ લીધાના આશરે બે મહિના પછી પણ પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ ચીનની આધિકારિક રાજકીય યાત્રાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વારંવાર આજીજી છતાં ચીને કોઈ જવાબ નથી આપ્યો. હવે કહેવાય છે કે મે મહિનામાં પીએમ શહબાજ શરીફ ચીન-પાકિસ્તાન ઈકોનોમિર કોરિડોર પર સંયુક્ત સહયોગ સમિતિ (જેસીસી)ની 13મી બેઠકમાં ભાગ લેવા ચીનની યાત્રાએ જઈ શકે છે પણ આ રાજકીય યાત્રા નહીં હોય.


પાકિસ્તાનમાં નવા પીએમના શપથ લેવાના તરત પછી બે દેશોની રાજકીય યાત્રાની પરંપરા છે. એક ચીન અને બીજુ સાઉદી આરબ બંનેએ શહબાજને રાજકીય યાત્રાનું નિમંત્રણ આપ્યું છે. શહબાજ 28-29 એપ્રિલે સાઉદી આરબ ગયા પણ રાજકીય મુલાકાત નહોતી.

સીપૈક: ચીની લોકો નાગરિકો પર હુમલા યથાવત્ જારી
પાકના વર્તનથી ચીન નારાજ છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક-કોરિડોર (સીપૈક) પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ચીની એન્જિનિયરો અને નાગરિકો પર થઈ રહેલા હુમલાઓને પાકિસ્તાન રોકવામાં નિષ્ફળ રહ્યું છે. 26 માર્ચે ખૈબર પખ્તૂનખ્વામાં 5 ચીની નાગરિકોની હત્યા પછી ચીને પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું હતું કે કેસની ઊંડી તપાસ થવી જોઈએ. ચીનના એન્જિનિયરોને પ્રોજેક્ટ સાઇટ સુધી પહોંચવા માટે બમ રોધી વાહન ઉપલબ્ધ ન કરાવાયા.

ચીન પાકિસ્તાનના અમેરિકા તરફ વધતા લગાવથી પણ ચિંતિત છે. ગયા વર્ષે 12 સપ્ટેમ્બર 2023ના રોજ પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂત ડોનાલ્ડ બ્લોમે ચીનનું ફંડિંગમાંથી બલૂચિસ્તાનમાં બનેલા ગ્વાદર પોર્ટની મુલાકાત લીધી હતી. પહેલીવાર આટલા મોટા અધિકારીએ ગ્વાદરની મુલાકાત લીધી હતી. જે અમેરિકા 15 વર્ષ સુધી જે પ્રોજેક્ટથી દૂર રહ્યું, એ જ ગ્લાદર પોર્ટ પ્રોજેક્ટને લઈને અમેરિકાની રુચિએ ચીનને પરેશાન કરી દીધું છે.