Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

માર્કેટ નિયામક સેબીની રિસર્ચ એનાલિસ્ટને લગતી નવી માર્ગદર્શિકા કેટલીક ઇક્વિટી રિસર્ચ કંપનીઓને વધુ અનુપાલન તેમજ જરૂરિયાતથી કંપની જ બંધ કરવાની જાહેરાત કરવા માટે મજબૂર કરી રહી છે. સેબીએ સ્ટોક માર્કેટમાં કપટપૂર્ણ રીતે શેર્સની ભલામણો અને ગેરકાયદે પ્રેક્ટિસને રોકવાના હેતુસર રિસર્ચ એનાલિસ્ટ માટે માર્ગદર્શિકા રજૂ કરી હતી.


નવી માર્ગદર્શિકા કંપનીઓને ક્લાયન્ટ સાથેના સંવાદના રેકોર્ડની જાળવણી, અનુપાલન માટેનું ઓડિટ કરવું અને KYC પ્રક્રિયાને અનુસરવી જેવા કડક પગલાંઓનું અનુપાલન કરવાની ફરજ પાડે છે અને આ જરૂરિયાતને કારણે નાની કંપનીઓ માટે સંચાલનના ખર્ચમાં વધારો થયો છે. પરિણામે, વધુ સંચાલન ખર્ચ અને અનુપાલનના ભારણનું કારણ આગળ ધરીને સેન્ટિનલ રિસર્ચ, સ્ટોલવર્ટ એડવાઇઝર્સ, મિસ્ટિક વેલ્થે તેમની રિસર્ચ સેવાઓને બંધ કરવાની જાહેરાત કરી છે.

નવી માર્ગદર્શિકાથી આ વ્યવસાયમાં પ્રવેશ કરવા માંગતા લોકો માટે રિસર્ચ એનાલિસ્ટ તરીકે રજિસ્ટ્રેશન કરાવવું સરળ બન્યું છે પરંતુ સ્થાપિત રિસર્ચ એનાલિસ્ટો માટે આ માર્ગદર્શિકાથી વધુ અનુપાલન અને સંચાલનની જરૂરિયાત વધી છે. તેઓ માને છે કે નવા નિયમનો ખૂબ જ કડક છે અને તેનાથી માર્કેટમાં રિસર્ચની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. નિયમોને વધુ કડક બનાવી રહી છે જેને કારણે પ્રામાણિક એડવાઇઝર્સ હવે માર્કેટમાંથી એક્ઝિટ કરી રહ્યા છે.સેબી સખ્તાઇ દર્શાવશે તો તેનાથી માર્કેટમાં માત્ર અપ્રામાણિક એડવાઇઝર્સ જ જોવા મળશે.