Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સ્ક્વોડ્રન લીડર મોહના સિંહ ભારતીય વાયુસેનાના તેજસ ફાઇટર સ્ક્વોડ્રનનો ભાગ બનનાર ભારતની પ્રથમ મહિલા પાઇલટ બની છે. તેઓ જૂન 2016માં ભારતીય વાયુસેનામાં કમિશન કરાયેલી પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટમાં સામેલ હતાં. કચ્છ અને ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે પાઇલટ મોહના સિંહને નલિયાસ્થિત નંબર 18 ફ્લાઈંગ બુલેટ સ્ક્વોડ્રન સોંપવામાં આવી છે. સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે તાજેતરમાં પૂર્ણ થયેલી તરંગ શક્તિ બહુપક્ષીય હવાઈ યુદ્ધ કવાયતમાં ભાગ લીધો હતો. તેઓ અગાઉ રાજસ્થાનના નાલ ખાતે આવેલી નંબર 3 ફાઇટર સ્ક્વોડ્રનનો ભાગ હતાં. જ્યાં તેઓ મિગ-21 બાઇસન ઉડાવી રહ્યા હતાં. સરકારે પ્રાયોગિક ધોરણે મહિલાઓ માટે ફાઇટર સ્ટ્રીમ ખોલવાનું નક્કી કર્યાના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં, તેઓને 2016માં ભારતીય વાયુસેનામાં કમિશન કરવામાં આવ્યા છે. 2022માં, સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે IAFમાં મહિલા ફાઇટર પાઇલટ્સને સામેલ કરવા માટેની પ્રાયોગિક યોજનાને કાયમી યોજનામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે.