Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભાજપના ત્રણ સાંસદોએ ગુરુવારે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. જેમાં તે્ણે રાહુલ પર અમેરિકાની મુલાકાત દરમિયાન ભારત વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ પત્ર ભાજપના સાંસદ રાજ્યવર્ધન રાઠોડ, પરવેશ સાહિબ સિંહ અને પૂનમ મહાજને લખ્યો છે.


પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીના 'મોહબ્બત કી દુકાન' વિશે સાંભળીને ખૂબ આનંદ થયો. જો તેમનો પક્ષ ખરેખર આ માર્ગે ચાલ્યો હોત તો કેટલું સારું થાત, પરંતુ અફસોસ, કોંગ્રેસની કથની અને ક્રિયામાં ઘણો ફરક છે.

ભાજપે પત્રમાં કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર માટે નફરત ફેલાવવી એ નવી વાત નથી. તેમણે તેમાં નિપુણતા મેળવી છે. ગાંધી પરિવારના ઈતિહાસના પાના ફેરવવામાં આવે તો નફરતની અનેક વાર્તાઓ જોવા મળશે. આ પરિવારે દેશમાં નફરતનો મેગા મોલ ખોલ્યો છે.