આસામ સ્થિત એક સામાજિક કાર્યકર્તા અને એક NGOના પદાધિકારી દ્વારા ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરાયો છે. તેમની આત્મકથામાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)ના સંદર્ભમાં કેટલીક ખોટી વાતો કહેવામાં આવી હોવાનો આરોપ છે.અરજદાર અભિજિત શર્માએ ગુવાહાટીમાં કામરૂપ (મેટ્રો) ડિસ્ટ્રિક્ટ એન્ડ સિવિલ જજની કોર્ટમાં ગોગોઈ વિરુદ્ધ રૂ. 1 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે.
આ સાથે તેણે પૂર્વ CJIની આત્મકથા ‘જસ્ટિસ ફોર ધ જજ’ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે. એનજીઓ અસમ પબ્લિક વર્ક્સના પ્રમુખ શર્માએ રાજ્યમાં એનઆરસી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો છે.