રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાદરવી પૂનમ થી શરૂ થયેલ વરસાદ સતત ત્રણ દિવસથી અવિરત વરસી રહ્યો છે. અવિરત વરસાદના પગલે રાજકોટ શહેર અને જિલ્લાના મોટાભાગના તમામ જળાશયોમાં નવાનીરની નોંધપાત્ર આવક થવા પામી છે તેમાં પણ ખાસ કરી રાજકોટ શહેરને પાણી પૂરું પડતા આજી ન્યારી અને ભાદર એમ કુલ ત્રણે ડેમમાં પૂરતા પ્રમાણમાં આવક થતા રાજકોટ વાસીઓનું જળ સંકટ તણાઈ ગયું છે. રાજકોટ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના પગલે ઉપરવાસમાં પડી રહેલા વરસાદ થી સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોરો ભાદર 1 ડેમ પણ ઓવરફ્લો થતા ડેમના 8 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.