Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈમરાન ખાનને મુક્ત કરવા માટે શાહબાઝ સરકાર આજે સુપ્રીમ કોર્ટ સામે મોટું વિરોધપ્રદર્શન કરવા જઈ રહી છે. આ માટે સત્તાધારી ગઠબંધન પાર્ટી પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ના હજારો કાર્યકર્તાઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. એ જ સમયે કલમ 144 લાગુ હોવા છતાં ગઠબંધનમાં હિસ્સો ધરાવતા જમાત ઉલેમા-એ-ઈસ્લામ ફઝલ (JUI-F)ના કાર્યકરો ગેટ પરથી કૂદીને સુપ્રીમ કોર્ટમાં પ્રવેશ્યા હતા. તેમણે પોલીસ દ્વારા બનાવેલા રેડ ઝોનને પણ તોડ્યો હતો.

અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાનની પત્ની બુશરાને 23 મે સુધી ધરપકડથી રાહત આપવામાં આવી છે. ઈમરાને બુશરાની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. બુશરાને લાહોર હાઈકોર્ટે જામીન આપી?

આ દરમિયાન રક્ષામંત્રી પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીમાં બોલી રહ્યા છે. તેમણે કહ્યું- પહેલાં આપણે સાંભળતા હતા કે પેમ્ફલેટ લીક થાય છે. હવે આપણે સાંભળીએ છીએ કે સુપ્રીમ કોર્ટના નિર્ણયો લીક થઈ રહ્યા છે. તમે ન્યાય માટે બેઠા છો, કોઈની મદદ કરવા માટે નહીં. રક્ષામંત્રીએ ઈમરાનને મુક્ત કરનાર ત્રણ જજ વિશે કહ્યું કે આ ત્રણેય જોકરો બધી બેન્ચ પર બેઠા છે.