સ્થાનિક આઇટી ઇન્ડસ્ટ્રી માટે એપ્રિલથી શરૂ થતું નાણાકીય વર્ષ 2024-25 રિકવરીનું વર્ષ સાબિત થઇ શકે છે. ગત નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે આઇટી કંપનીઓના પરિણામોમાં ભવિષ્યના ગ્રોથને લઇને મેનેજમેન્ટની ટિપ્પણીથી તેના સંકેત મળશે. નોમુરા અનુસાર, લાર્જ કેપ આઇટી કંપનીઓ (ટેક મહિન્દ્રાને છોડીને)ના એબિટા માર્જિનમાં 0.4%નો સુધારો થશે. કોટક સિક્યોરિટીઝ અનુસાર ઇન્ફોસિસ નાણાકીય વર્ષ 2024-25 માટે 6% ગ્રોથ નોંધાવી શકે છે. જો કે અનેક નિષ્ણાંતોનું અનુમાન છે કે ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને વિપ્રો જેવી કંપનીઓનું ગાઇડન્સ નબળું રહી શકે છે. આઇટી સર્વિસ કંપનીઓ માટે નાણાકીય વર્ષ 2023-24નું અંતિમ ક્વાર્ટર નબળુ રહેવાની આશંકા છે. માર્કેટ નિષ્ણાંત અનુસાર સતત પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે લાર્જકેપ કંપનીઓ -1% થી 1.5%નો ક્રમિક વૃદ્ધિદર હાંસલ કરશે. પરંતુ મિડ કેપનો ગ્રોથ 0.7% થી 4% વચ્ચે જોવા મળી શકે છે. આગળ જતા સુધારો જોવાશે. ટેક કંપનીઓના પરિણામ અમેરિકા અને યુરોપની બેન્કોમાં ટેક્નોલોજી પર ખર્ચ, ગ્લોબલ બેન્કિંગ, ફાઇનાન્સ સેક્ટરનો ખર્ચ, વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિમાં સુધારો, કંપનીઓ સંચાલન અને ખર્ચ ઘટાડવા માટેના ઉપાય પર આ પરિબળો પર નિર્ભર છે.