સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે 21 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 424 પોઈન્ટના ઘટાડા સાથે 75,311ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 117 પોઈન્ટ વધીને 22,795ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 22 ઘટ્યા અને 8માં તેજી રહી. નિફ્ટીના 50 શેરોમાંથી 37 ઘટ્યા અને 13માં તેજી રહી. NSE સેક્ટોરલ ઈન્ડેક્સના ઓટો સેક્ટરમાં સૌથી વધુ 2.58%નો ઘટાડો રહ્યો હતો.
એશિયન બજારમાં, કોરિયાના કોસ્પીમાં 0.0053%નો ઘટાડો જોવા મળ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ 2.96% ઘટ્યો અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.77%ની તેજી છે.
20 ફેબ્રુઆરીના રોજ, વિદેશી રોકાણકારો (FII)એ 3,311.55 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DIIs) એ પણ 3,907.64 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.
19 ફેબ્રુઆરીના રોજ, અમેરિકાનો ડાઓ જોન્સ 1.01% ના ઘટાડા સાથે 44,176 પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 0.43% ઘટીને 6,117 પર બંધ થયો. નેસ્ડેક 0.47% ઘટ્યો હતો.