રોકાણ મુદ્દે ઇક્વિટી તેમજ અન્ય રોકાણના માધ્યમોમાં મ્યૂચ્યુઅલ ફંડ સૌથી શ્રેષ્ઠ રિટર્ન અપાવનારૂ સાબીત થયું છે. છેલ્લા કેટલાક સમયથી યુવા રોકાણકારોની પસંદ મ્ચૂય્ચુઅલ ફંડ બની ગયા છે તેમાં પણ ખાસકરીને એસઆઇપી દ્વારા રોકાણનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ઇક્વિટી માર્કેટમાં નિરાશા છતાં મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ વધવા લાગ્યું છે.
સ્ટોક માર્કેટમાં વર્ષ 2013 થી 2023ની વચ્ચે અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. આ દરમિયાન નોટબંધી, જીએસટી, કોવિડ મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા ઘરેલુ તેમજ વૈશ્વિક ઘટનાક્રમને કારણે સ્ટોક માર્કેટમાં મોટા પાયે વોલેટિલિટી જોવા મળી હતી. આ પ્રકારની વોલેટિલિટીમાંથી બહાર આવતા સ્ટોક માર્કેટને વધુ સમય લાગ્યો હતો. પરંતુ આ અનિશ્વિતતા વચ્ચે પણ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા રોકાણકારોને વાર્ષિક 23% રિટર્ન મળ્યું છે.
સૌથી વધુ રિટર્ન આપનારા 5 ફંડ સ્મૉલકેપ
મ્યુચ્યુઅલ ફંડના સંગઠન AmFi અનુસાર, છેલ્લા 10 વર્ષ દરમિયાન ટૉપ-10 ઇક્વિટી ફંડ્સ મારફતે એસઆઇપી રોકાણકારોને 17.40 થી 22.70 ટકા રિટર્ન આપ્યું છે. તેમાં પાંચ ફંડ્સ નિપન ઇન્ડિયા સ્મૉલ કેપ, એસબીઆઇ સ્મૉલ કેપ, કોટક સ્મૉલ કેપ, ડીએસપી સ્મૉલ કેપ, એચડીએફસી સ્મૉલ કેપ નાના શેર્સમાં રોકાણ કરે છે. મિરાએ એસેટ ઇમર્જિંગ બ્લૂચિપ, આઇસીઆઇસીઆઇ પ્રુ. ટેક્નોલોજી, કોટક ઇમર્જિંગ ઇક્વિટી, એડલવાઇઝ મિડ કેપ, એસબીઆઇ ટેક્નોલોજી ઓપોર્ચ્યુનિટીઝ સૌથી વધુ રિટર્ન આપનારા અન્ય ફંડ છે.
દર મહિને 25 હજારનું રોકાણ, 10 વર્ષે 1 કરોડનું રિટર્ન
જે રોકાણકારે રિટર્નની દૃષ્ટિએ એસઆઇપી મારફતે 10 વર્ષ માટે દર મહિને 25,000 રૂપિયાનું રોકાણ કર્યું છે, તેમની મૂડી હવે 75 લાખથી લઇને 1 કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂકી છે.