દિલ્હીથી સિડની જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ મંગળવારે અચાનક જ હવામાં ઝટકા ખાવા લાગી. આ દરમિયાન 7 મુસાફરો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, એર ઈન્ડિયાના B787-800 એરક્રાફ્ટ VT-ANY AI-302 ફ્લાઈટ મંગળવારે દિલ્હીથી રવાના થઈ હતી. સિડની નજીક પહોંચતા સમયે ખરાબ હવામાનને કારણે પ્લેનને આંચકા લાગવા લાગ્યા હતા.
ક્રૂએ અકસ્માત દરમિયાન ગભરાયેલા અને ઘાયલ મુસાફરોને પ્રાથમિક સારવાર આપી હતી. આ દરમિયાન મુસાફરો તરીકે મુસાફરી કરી રહેલા ડૉક્ટર અને નર્સે પણ ઘાયલોને મદદ કરી હતી. સિડની એરપોર્ટ પર ઉતર્યા બાદ 3 મુસાફરોને તબીબી સારવાર મળી હતી. આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.
ડીજીસીઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિડની એરપોર્ટ પર 7 ઘાયલ મુસાફરોની સારવાર કરવામાં આવી હતી. જો કે, કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. હજુ સુધી આ ઘટના પર એર ઈન્ડિયા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.