Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપમાં સતત બીજી જીત હાંસલ કરી છે. કીવી ટીમે નેધરલેન્ડને 99 રનથી હરાવ્યું. આ જીત બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે ટોપ પર છે.

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 322 રન બનાવ્યા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 46.3 ઓવરમાં 223 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


રેકોર્ડઃ સેન્ટનર વર્લ્ડ કપમાં 5 વિકેટ લેનાર પ્રથમ કિવી સ્પિનર
લેફ્ટ આર્મ સ્પિનર મિશેલ સેન્ટનરે નેધરલેન્ડ સામે 59 રન આપીને 5 વિકેટ લીધી હતી. તે વર્લ્ડ કપમાં 5 વિકેટ લેનાર ન્યુઝીલેન્ડનો પ્રથમ સ્પિનર બન્યો હતો. તેના પહેલા ડેનિયલ વેટોરીએ 2007માં આયર્લેન્ડ અને 2015માં અફઘાનિસ્તાન સામે 4-4 વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલરોમાં ટિમ સાઉથીના નામે ઈંગ્લેન્ડ સામે 33 રનમાં 7 વિકેટ લેવાનો રેકોર્ડ છે.

કિવી ટીમ માટે મિશેલ સેન્ટનરે શાનદાર બોલિંગ કરી. તેણે 5 વિકેટ લીધી હતી. સેન્ટનરે રેયાન ક્લાઇન (8 રન), રોલોફ વાન ડેર મર્વે (એક રન), કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ (30 રન), કોલિન એકરમેન (69 રન), મેક્સ ઓ'ડાઉડ (16 રન)ની વિકેટ ઝડપી.

પાવરપ્લે- ન્યુઝીલેન્ડ માટે પરફેક્ટ શરૂઆત
ટોસ હારીને બેટિંગ કરવા આવ્યા બાદ ન્યૂઝીલેન્ડે શાનદાર શરૂઆત કરી હતી. ટીમે 10 ઓવરમાં વિના વિકેટે 63 રન બનાવ્યા હતા. કોનવે અને યંગે 50+ની ભાગીદારી કરી હતી.