વૈશ્વિક સ્તરે મોંઘવારી કાબુમાં આવી રહી છે. દેશમાં પણ મોંધવારીનો આંક ઝડપી નીચો આવી રહ્યો છે ત્યારે એફએમસીજી કંપનીઓ વેચાણ વૃદ્ધિ પર ફોકસ કરી રહી છે. એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર 18 મહિનાની સૌથી નીચી 4.7% પર આવી ગયા બાદ બીજી મોટી રાહત મળવાની છે. સાબુ, તેલ, પેસ્ટ જેવા દૈનિક વપરાશી વસ્તુઓ (FMCG)ના ભાવ ઘટે તેવી સંભાવના છે. મોટી એફએમસીજી કંપનીઓના સીઈઓએ આવા સંકેતો આપ્યા છે.
હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને મેરિકો જેવી લિસ્ટેડ કંપનીઓના સીઈઓએ કહ્યું છે કે અનાજ અને ખાદ્ય તેલ જેવા કાચા માલના ભાવમાં ઘટાડો થવાને કારણે તેમની કમાણી વધી છે. ગ્રાહકો આ કંપનીઓના ટોચના અધિકારીઓએ ત્રિમાસિક પરિણામોની જાહેરાત સમયે જણાવ્યું હતું કે જ્યાં પણ શક્ય હશે ત્યાં તેઓ ભાવ ઘટાડવાનું અથવા પેકિંગ ઉત્પાદનોના વજનમાં વધારો કરવાનું ચાલુ રાખશે. તેમના મતે હવે તે માત્ર માર્જિન પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વેચાણ વધારવા પર ધ્યાન આપશે.
એસી, ફ્રિજના ભાવમાં વધારો નહીં થાય, વોલ્ટાસ, હેવેલ્સ અને બ્લુ સ્ટાર જેવી કંપનીઓએ કહ્યું છે કે તેઓ એસી, ફ્રિજ જેવા ઉત્પાદનોના ભાવમાં વધારો કરશે નહીં કારણ કે કોપર અને એલ્યુમિનિયમ જેવા કાચા માલના ભાવ સ્થિર થયા છે. વોલ્ટાસ જેવી કેટલીક કંપનીઓએ અગાઉ કહ્યું હતું કે તેઓ એપ્રિલમાં કિંમતોમાં વધારો કરી શકે છે, પરંતુ એવું થયું નહીં. તેનાથી વિપરિત,વોલ્ટાસ અને બ્લુ સ્ટાર જેવી કંપનીઓએ કહ્યું કે તેમની કેટલીક પ્રોડક્ટ્સ જેમ કે એસી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.