કાશ્મીરના શ્રીનગરમાં આજથી G-20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક શરૂ થઈ રહી છે. આ પહેલા, G-20 ઈન્ડિયન પ્રેસિડન્સીના ચીફ કોઓર્ડિનેટર હર્ષવર્ધન શ્રૃૃંગલાએ કહ્યું - આ બેઠકમાં ભાગ લેનારા ડેલિગેટ્સ અહીં આવી શકશે અને જોઈ શકશે કે પૃથ્વી પરનું સ્વર્ગ કેવું હોય છે.
ટુરિઝમ વર્કિંગ ગ્રુપની આ બેઠક 22 થી 24 મે દરમિયાન યોજાશે. એક અહેવાલ મુજબ કાશ્મીરના યુવાનોને વિશ્વાસ છે કે આ બેઠક બાદ કાશ્મીરમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે.
કાશ્મીરમાં આ બેઠકને લઈને પાકિસ્તાન અને ચીનને ઘણી સમસ્યાઓ થઈ હતી. પાકિસ્તાન આ સંગઠનનું સભ્ય નથી, બીજી તરફ ચીને આ બેઠકમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે.
G-20 સમિટ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં જૈશ આતંકવાદીની ધરપકડ: આર્મીની ગુપ્ત માહિતી PAKને પહોંચાડતો હતો
સોમવારથી શ્રીનગરમાં જી-20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક યોજાવા જઈ રહી છે. તે પહેલા NIAએ રવિવારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઓવર ગ્રાઉન્ડ વર્કર મોહમ્મદની ઉબેદ મલિકની ધરપકડ કરી છે. આ પછી, વિદેશી મહેમાનોને ગુલમર્ગ લઈ જવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
NIA અનુસાર, ઉબેદ કુપવાડાનો રહેવાસી છે. તે પાકિસ્તાનમાં બેઠેલા જૈશ કમાન્ડરના સતત સંપર્કમાં હતો. તે જૈશ કમાન્ડરને ગુપ્ત માહિતી આપતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.માહિતી ઉપરાંત તે સુરક્ષા દળોની હિલચાલની માહિતી પણ મોકલી રહ્યો હતો.