Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સનાતની શતાબ્દી મહોત્સવના છેલ્લા દિવસે રવિવારે યોજાયેલા કચ્છ કડવા પાટીદારોના પ્રથમ સનાતની અધિવેશનમાં સતપંથની સમસ્યાથી સનાતની જ્ઞાતિને મુક્ત કરવા સતપંથ ધર્મ અને સતપંથ સમાજને છોડનારા લોકોને સનાતન જ્ઞાતિમાં સ્વીકારવાની આખરી તારીખ 14 મે 2023 નક્કી કરવાનો ઐતિહાસિક ઠરાવ કરવામાં આવતાં છેલ્લા લાંબા સમયથી કચ્છના કડવા પાટીદાર સમાજમાં ફેલાયેલી ઉતેજના આજે પરાકાષ્ઠાએ પહોંચી છે.


રીત રિવાજના 17 અને નીતિ નિયમોના 8 ઠરાવો સર્વાનુમતે પસાર
સવારથી જ મહોત્સવ સ્થળે ઉમટી પડેલા 25 હજાર સનાતની પાટીદારોનો ઉન્માદ ચરમસીમાએ હતો. 2010 માં યોજાયેલા સ્વર્ણિમ મહોત્સવમાં થયેલા ‘ઘર્ષણ’ને કારણે આ વખતે પણ ‘નવાજુની’ થવાની આશંકાથી મહોત્સવ શરૂ થયો ત્યારથી સનાતની મુહિમ ચલાવનારા અગ્રણીઓ પુરા જુસ્સા સાથે આ વખતે સતપંથ સમસ્યાનો અંત લાવવાની નેમ સાથે છેલ્લે સુધી સક્રિય રહ્યા હતા.અબજીભાઇ કાનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ જ્ઞાતિ અધિવેશનમાં જ્ઞાતિ રીત રિવાજના 17 અને નીતિ નિયમોના 8 ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.

મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ જોડાયા
આજે વહેલી સવારના કચ્છના વાંઢાય, દેશલપર, માંડવી, વિરાણી મોટી, દયાપર અને નેત્રાથી નીકળેલી સનાતની પાટીદાર રત્ન ગૌરવયાત્રાઓનું મહોત્સવ સ્થળે શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરાણી મોટીથી નખત્રાણા સુધીની સનાતની દોડ પણ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ જોડાયા હતા. જ્ઞાતિ સુધારક રતનશીભાઇ ખેતાણીના કાર્યને ઉજાગર કરવા પુસ્તકનું વિમોચન પણ સભાના હર્ષનાદો વચ્ચે કરવામાં આવ્યું હતું.