આ દિવસોમાં શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં રોકાણકારો સમજી શકતા નથી કે શેમાં રોકાણ કરવું કે ન કરવું. જોકે એક્સપર્ટ માને છે કે આવા સમયમાં કેટલાક સારા શેરોમાં પૈસાનું રોકાણ કરવાથી સારો નફો મળી શકે છે. અનુજ ગુપ્તા તમને 10 શેર વિશે જણાવે છે, જેમાં તમે આ દિવાળીમાં રોકાણ કરી મોટો નફો કમાઈ શકો છો.
સારા શેરોમાં રોકાણ કરીને કમાઈ શકો છો
આવા સમયે યોગ્ય શેરમાં રોકાણ કરીને તમે સારો નફો કમાઈ શકો છો. તેમના મતે આ સમયે બેન્કિંગ અને એનર્જી સેક્ટરના શેરમાં નાણાંનું રોકાણ કરવું યોગ્ય રહેશે.
જ્યારે તમે વિવિધ એસેટ્સમાં રોકાણ કરો છો ત્યારે તમે નિયમિતપણે તમામ રોકાણોને ટ્રેક કરી શકતા નથી. એવામાં બજારનાં બદલાતાં વલણો પર યોગ્ય પ્રતિસાદ આપવો મુશ્કેલ બનશે, તેથી જો તમે તમારા રોકાણને ટ્રેક કરી શકતા નથી તો વિશ્વાસપાત્ર નાણાકીય સલાહકારની મદદ લો.
ખોટમાં શેર ન વેચો
વધઘટ એ શેરબજારનો સ્વભાવ છે. શેરબજારમાં ઘટાડાને લઈને રોકાણકારોએ ગભરાવું જોઈએ નહીં. જો તમે શેરબજારમાં પૈસાનું રોકાણ કર્યું છે અને એમાં તમને નુકસાન થયું હોય તોપણ તમારે તમારા શેરને ખોટમાં વેચવાનું ટાળવું જોઈએ, કારણ કે લોન્ગ ટર્મમાં રિકવર થવાની અપેક્ષા હોય છે. આવી સ્થિતિમાં જો તમે તમારા શેરને લાંબા સમય સુધી હોલ્ડ કરો છો, તો તમારા નુકસાનની શક્યતા ઓછી થઈ જશે.
સ્ટોક બાસ્કેટ યોગ્ય રહેશે
હાલમાં સ્ટોક બાસ્કેટનો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે. એ અતંર્ગત તમે શેરનો એક બાસ્કેટ બનાવી શકો છો અને તમામ શેરમાં રોકાણ કરી શકો છો, એટલે કે તમે આ 5 શેરમાં કુલ 25 હજારનું રોકાણ કરવા ઈચ્છતા હોય તો બધામાં 5-5 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ કોન્સેપટ જોખમ ઘટાડે છે.