પહેલી એપ્રિલથી શરૂ થતા નાણા વર્ષ 2025-26 માટે રિઝર્વ બેંક ફરી એકવાર સરકારને મોટી રકમ ટ્રાન્સફર કરી શકે છે. આઇડીએફસી ફર્સ્ટ બેંકનો અંદાજ છે કે આરબીઆઇ સરકારને સરેરાશ બે લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. ક્વાંટઇકો રિસર્ચનો અંદાજ છે કે આ રકમ 1.5 લાખ કરોડની હશે. મે 24માં આરબીઆઈએ સરકારને 2.11 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. રિઝર્વ બેંક પાસેથી મળેલા નાણાંથી સરકારને મોટી રાહત મળી શકે છે.
દેશમાં વપરાશ ધીમો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. કંપનીઓ પણ ઓછું રોકાણ કરી રહી છે. સરકાર આ સ્થિતિને બદલવા માંગે છે. બ્રિટિશ બેંક બાર્કલેઝના અર્થશાસ્ત્રી આસ્થા ગુડવાનીએ કહ્યું કે સરકાર આ માટે આરબીઆઈ પાસેથી મળેલા ફંડનો ઉપયોગ કરશે. આનાથી કંપનીઓ પાસેથી ઓછા ટેક્સ અને સરકારી કંપનીઓના વેચાણમાંથી મળતા ઓછા નાણાંને કારણે થયેલા નુકસાનની ભરપાઈ પણ થશે.
અર્થશાસ્ત્રીઓના મતે સરકારને રિઝર્વ બેંક પાસેથી જે 1.5-2 લાખ કરોડ રૂપિયા મળી શકે છે તેમાં ડૉલરની મજબૂતાઈનો મોટો હિસ્સો રહેશે. જેના કારણે રૂપિયો નબળો પડ્યો. આરબીઆઈએ ઘણી વખત બેંકો દ્વારા બજારમાં ડોલરનું વેચાણ કર્યું હતું.