તુર્કીમાં આજે ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. એક તરફ રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન છે જે 20 વર્ષથી સત્તામાં છે અને બીજી બાજુ 6 પક્ષોના ગઠબંધન સાથે કમાલ કેલિકદરોગ્લુ છે. તુર્કીમાં સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. આ દરમિયાન સમગ્ર તુર્કીમાં સીરિયન માઈગ્રન્ટ્સ વિરુદ્ધ પોસ્ટરો જોવા મળી રહ્યા છે.
પ્રચારના અંતિમ તબક્કામાં, બંને મુખ્ય પક્ષો સીરિયાના પ્રવાસીઓને હાંકી કાઢવાના મુદ્દે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. અલજઝીરા અનુસાર, બંને પક્ષોએ જો ચૂંટણી જીતશે તો દેશમાં રહેતા 30 લાખથી વધુ સીરિયન શરણાર્થીઓને હાંકી કાઢવાનું વચન આપ્યું છે. જ્યારે, ચૂંટણી પહેલા, કમાલ કેલિદાર્ગુલે એર્દોગનને ડરપોક કહ્યા. તેમણે કહ્યું કે એર્દોગન દેશને વિનાશ તરફ ધકેલી રહ્યા છે.