સનરાઇઝર્સ હૈદરાબાદને IPL 2025માં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. ગુરુવારે ટીમને ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે 80 રનથી હરાવ્યું હતું.
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં 201 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી હૈદરાબાદની ટીમ 16.3 ઓવરમાં 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કોલકાતાના વરુણ ચક્રવર્તી અને વૈભવ અરોરાએ 3-3 વિકેટ લીધી હતી. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસેને 33 અને કામિન્દુ મેન્ડિસે 27 રન બનાવ્યા.
ટૉસ હાર્યા બાદ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા. ટીમ તરફથી વેંકટેશ અય્યર 60 રન, અંગક્રિશ રઘુવંશીએ 50 રન બનાવ્યા હતા. કેપ્ટન રહાણેએ 38 રન અને રિંકુ સિંહે અણનમ 32 રન બનાવ્યા. SRH તરફથી મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, ઝીશાન અંસારી, કેપ્ટન પેટ કમિન્સ અને કામિન્દુ મેન્ડિસને 1-1 વિકેટ મળી હતી.