દિલ્હીમાં ધુમ્મસને કારણે ફ્લાઈટ્સમાં વિલંબ, દિલ્હી એરપોર્ટ પર અરાજકતા અને ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં પેસેન્જર દ્વારા પાઈલટને થપ્પડ મારવાની ઘટનાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. તેના પર કોંગ્રેસના સાંસદ શશી થરુર અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે.
થરુરે ફ્લાઇટમાં વિલંબને મોદી સરકાર દ્વારા સર્જલી મોટી સમસ્યા ગણાવી છે.
સિંધિયાએ કહ્યું કે થરુર થિસારસની પોતાની અલગ દુનિયામાં ખોવાઈ ગયા છે.સિંધિયાએ કહ્યું કે આજે અમારી પાસે 6,191 CAT II/CAT III પ્રશિક્ષિત પાઇલોટ્સ છે, જે છેલ્લાં 9 વર્ષમાં 2.5 ગણો વધારો છે.