Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એક્સિસ બેંકની કાલાવડ રોડ, કે.કે.વી.ચોક બ્રાંચમાં ઓપરેશન હેડ તરીકે નોકરી કરતા દર્શનભાઇ કિશોરભાઇ ખંભોળિયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની બેંકમાં છેલ્લા એક વર્ષથી કેશિયર તરીકે નોકરી કરતા અનમોલ શેખાવત બુધવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પોતાની પાસે આવ્યા હતા અને તેને જણાવ્યું કે, તેમની બેંક મારફતે કાર લોન લેનાર ચિરાગભાઇ ભરતભાઇ પોપટ તથા કેતનભાઇ બારોટ નામની બે વ્યક્તિ લોન ક્લિયર કરાવવા આવ્યા છે.

રૂ.14.83 લાખની કાર લોન ક્લિયર કરાવવા તેમણે રૂ.2 હજારની 1, રૂ.500ના દરની 2861, રૂ.200ના દરની 2, રૂ.100ના દરની 501 ચલણી નોટ જમા કરાવવા આપી છે. જે તમામ ચલણી નોટની ખરાઇ કરતા રૂ.500ના દરની 2861 પૈકી 26 નોટ નકલી હોવાની વાત કરી હતી. જેથી કાર લોન ક્લિયર કરવા આવેલા બંને શખ્સને રૂ.500ના દરની 26 નકલી નોટ હોવાની વાત કરી હતી. ત્યારે ખાતેદાર ચિરાગ પોપટ અને કેતન બારોટે પોતાને નકલી નોટ અંગે કોઇ જાણ નહિ હોવાની અને તેમને આંગડિયા મારફતે નાણાં મગાવ્યા હોવાની વાત કરી હતી.

કાર લોન ક્લિયર કરાવવા આવેલા બે ધારકે જમા કરાવવા આપેલા જુદા જુદા દરની ચલણી નોટ પૈકી રૂ.500ના દરની 26 ચલણી નોટ નકલી હોવાનું ધ્યાનમાં આવતા બ્રાંચ મેનેજર વિકાસભાઇ મામતોરા દ્વારા વધુ એક વખત ખરાઇ કરાવવા 26 ચલણી નોટ મશીનમાં ચેક કરતા તે ચલણી નોટ નકલી જ હોવાનું જાણવા મળ્યું હતું. અંતે ફરિયાદ નોંધાવી છે.