આ વર્ષે અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકામાં રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટનમાં લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમરે શાસક પક્ષ પર પરિવારવાદનો ગંભીર આરોપ લગાવ્યા હતા. પરંતુ હવે ચૂંટણીઓ બાદ ટ્રમ્પ અને સ્ટામર નિમણૂકોમાં પણ પરિવારવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. ટ્રમ્પે તેમની બે પુત્રીઓના સસરા અને પુત્ર જુનિયર ટ્રમ્પની પૂર્વ મંગેતરને મોટી જવાબદારીઓ સોંપી છે.
આટલું જ નહીં, 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર્યા બાદ ટ્રમ્પે લગભગ 4 વર્ષ સુધી રાષ્ટ્રપતિ જો બાઈડેનને પુત્ર હન્ટર બાઈડેન મુદ્દે ઘેર્યા હતા. ટ્રમ્પે હન્ટર બાઈડેનની નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે બુરિસ્મા નામની યુક્રેનિયન ગેસ કંપનીમાં એક બોર્ડ સીટ હતી, જેને 2014થી 2019 સુધી બાઈડેન હન્ટરે સંભાળી હતી.
કિમ્બર્લી ગિલફોયલ: ટ્રમ્પે કિમ્બર્લીને ગ્રીસમાં આગામી યુએસ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે. તે ફોક્સ ન્યૂઝની પૂર્વ હોસ્ટ છે. તેણે 31 ડિસેમ્બર, 2020ના રોજ ટ્રમ્પના પુત્ર જુનિયર સાથે સગાઈ કરી હતી.