કેરળમાં રખડતાં કૂતરાંનો ખોફ યથાવત્ છે. સંતાનોને ડોગ બાઇટિંગથી બચાવવા વાલીઓ એરગન લઇને તેમને સ્કૂલે મૂકવા જાય છે.
કાસરગોડમાં આવા જ એક વાલીનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં વાલી હાથમાં એરગન સાથે 13 સ્ટુડન્ટના એક જૂથને સ્કૂલે મૂકવા જઇ રહ્યા છે. કાસરગોડના બેકલના હદદ નગરના રહેવાસી સમીરનો આ વીડિયો છે.
સમીરનું કહેવું છે કે ડોગ બાઇટિંગની સમસ્યા તરફ અધિકારીઓનું ધ્યાન દોરવા તેમણે આમ કર્યું. ડોગ બાઇટિંગના બનાવ વધ્યા બાદ લોકો હવે પોતાની રીતે ઉકેલ લાવી રહ્યા છે. પોતાનાં સંતાનને કૂતરું કરડે તો તેને ગોળી મારવા પણ તૈયાર છે.