Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વર્ષ 2023માં વૈશ્વિક અનિશ્વિતતાઓ વચ્ચે પણ સોનામાં ચમક જળવાયેલી રહેશે જેને કારણે વધુ રોકાણકારો સેફ હેવન સોનામાં રોકાણને પ્રાધાન્ય આપતા ભારતમાં 10 ગ્રામ સોનું રૂ.60,000ની સપાટીને આંબે તેવી શક્યતા છે. વર્ષ 2022 દરમિયાન જ્યારે અપવાદ કરતાં વોલેટિલિટી વધુ હતી ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું માર્ચના ઔંસ દીઠ $2070 કરતાં ઘટીને નવેમ્બરમાં $1616 પર પહોંચ્યું હતું અને ત્યારથી તેમાં રિકવરી જોવા મળી રહી છે.

વર્ષ 2022ની શરૂઆતમાં સોનાની કિંમતો ઔંસ દીઠ $1,800 હતી. અત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ઔંસ દીઠ 1,803 ડોલર બોલાઇ રહ્યું છે અને કોમોડિટી સ્ટોક એક્સચેન્જ MCX ખાતે તેના 10 ગ્રામના ભાવ રૂ.54,790 છે. આગળ જતા ભૌગોલિક રાજકીય તણાવ, મંદીની ચિંતા, ફુગાવાનો ટ્રેન્ડ તેમજ ક્રિપ્ટો એસેટ્સમાં કડાકા જેવા બહુવિધ પરિબળને કારણે રોકાણકારો સેફ હેવન ગણાતા સોનામાં વધુને વધુ રોકાણ તરફ આકર્ષિત થશે જેને કારણે કિંમતોમાં વધારો જોવા મળશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું વર્ષ 2023 દરમિયાન $1,670-2,000ની રેન્જ વચ્ચે જોવા મળશે.