મણિપુરમાં ચાલી રહેલી જાતિય હિંસા વચ્ચે રાજ્યમાં ઈન્ટરનેટ પ્રતિબંધ હવે 15 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. સેનાએ શનિવારે ચોથા દિવસે પહાડી અને ખીણ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સેનાના જવાનો અને પોલીસ દળે સંયુક્ત કોમ્બિંગ ઓપરેશનમાં 22 ઓટોમેટિક હથિયારો જપ્ત કર્યા છે. દરમિયાન, રાજ્યમાં 15 જૂન સુધી ઇન્ટરનેટ સ્થગિત કરવામાં આવ્યું છે.
આના બે દિવસ પહેલા એટલે કે 8 જૂને સર્ચ ઓપરેશનમાં 35 હથિયારો મળી આવ્યા હતા. તેમાંથી મોટાભાગના ઓટોમેટિક હથિયારો પણ હતા. અત્યાર સુધી સેનાએ 957 હથિયારો જપ્ત કર્યા છે.
દરમિયાન, મણિપુરના આરોગ્ય પ્રધાન ડૉ. સપમ રંજન સિંહે જણાવ્યું હતું કે શનિવારથી રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના બની નથી, જે એ વાતનો પુરાવો છે કે આપણા રાજ્યમાં શાંતિ અને સામાન્યતા પાછી આવી રહી છે.
તેમણે કહ્યું કે રાજ્યમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં લગભગ 53 હથિયારો, 39 બોમ્બ અને 74 દારૂગોળો અને મેગેઝિન મળી આવ્યા છે.