રાજકોટની આંગડિયા પેઢીમાં રૂપિયા 35.50 લાખની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સોની બજારની એચ. રમેશચંદ્ર નામની આંગડિયા પેઢીમાં કામ કરતો કર્મચારી લાખોની રોકડ ભરેલો થેલો લઈ નાસી જતા પેઢીના મેનેજરે ફરિયાદ નોંધાવવી છે. જેના આધારે એ ડિવિઝન પોલીસે છેતપિંડીનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી રોડ પર રાધા-મીરા પાર્કમાં રહેતા અને એચ. રમેશચંદ્ર નામની આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતા સુધીરભાઈ કાંતિભાઈ પ્રજાપતીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં અર્જુનસિંહ હનુભા જાડેજાનું નામ આપ્યું છે. પોતાને પાટણ જવાનું હોવાથી વિશ્વાસ રાખી અર્જુનસિંહ હનૂભા જાડેજાને જવાબદારી સોંપી હતી. જેનો લાભ ઉઠાવી તેઓ રોકડ ભરેલો થેલો લઈ નાસી છૂટ્યા હતા. આ અંગેની જાણ થતાં CCTV ચેક કરવામાં આવ્યા હતા. જેમાં પણ કર્મચારી અજુનસિંહ થેલો લઈ જતો કેદ થઈ ગયો હોય તપાસ કરતા આજ સુધી તેનો પત્તો ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદમાં સુધીરભાઈ કાન્તીભાઈ પ્રજાપતીએ જણાવ્યું હતું કે, ગત તા- 8 માર્ચનાં રોજ મારે વતનમા કામ હોય તેથી હું મારા પરિવાર સાથે મારા વતન પાટણ ગયો હતો અને મારી ઓફિસની તમામ જવાબદારી અર્જુનસિંહ જાડેજાને સોંપી હતી અને મારે ઓફિસનું કાઇ કામ હોઇ તો અર્જુનસિંહને ફોન કરતો હતો. 11 માર્ચે સવારના સાડા નવેક વાગ્યે આ અર્જુનસિંહને ફોન કરતા લાગ્યો નહીં. જેથી મે ગોંડલ રોડ વાળી ઓફિસે તપાસ કરતા આ અર્જુનસિંહ ત્યાં નહોતા