Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશનાં 8 રાજ્યમાં ઈપીએફઓ સાથે સંકળાયેલા વિવિધ લોકોનાં ઈપીએફ ખાતાંના ડેટા સાઇબર ગુનેગારોએ ચોરી લીધા છે. આ ડેટાનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી ઈપીએફ ખાતામાંથી કરોડો કાઢી લેવાયા છે. ઈપીએફઓના કહેવાથી સીબીઆઇએ તપાસ શરૂ કરી છે અને દરોડા પાડીને આરોપી પ્રિયાંશુકુમારને ઝડપી લીધો છે.


સૂત્રોના મતે, દિલ્હી, ચંડીગઢ, પંજાબ, હિમાચલ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને ઝારખંડમાં ઈપીએફઓ ખાતાંની સંવેદનશીલ માહિતી લીક થયાની વાત બહાર આવી છે. ઈપીએફઓના વાર્ષિક ઑડિટમાં એક જ નામવાળાં ઈપીએફ ખાતાંમાંથી વારંવાર ઓનલાઇન રૂપિયા કાઢવાનું જાણવા મળતાં આ વાત સામે આવી હતી. ચંડીગઢમાં વિવિધ ખાતાંમાંથી રૂ. એક કરોડથી વધુની ઉચાપત થઈ છે.

ડેટા લીક કરી આ રીતે રકમ ઉપાડી
સીબીઆઇનાં સૂત્રોના કહેવા પ્રમાણે આરોપીઓએ ઈપીએફનો ડેટા હેક કરીને આધારકાર્ડ કે મોબાઇલ નંબર ઈપીએફ ખાતાં સાથે લિન્ક ન કર્યા હોય એવા લોકો વિશે માહિતી મેળવી. આરોપીઓએ એ લોકોનાં નામ, જન્મતારીખ વગેરે સાથે નકલી દસ્તાવેજના આધારે પોતાનો આધાર નંબર અપડેટ કરાવ્યો. આરોપીઓએ વિવિધ બૅન્કોમાં એ જ નામથી ખાતાં ખોલાવીને આધાર સાથે લિન્ક કર્યા અને ઈપીએફ ખાતાંમાં પણ નકલી આધાર લિન્ક કરી દીધું. ત્યાર પછી ઓનલાઇન અરજી કરીને કરોડો રૂપિયા કાઢી લીધા.