રશિયા-યુક્રેન યુદ્ધને 24 ફેબ્રુઆરીએ બે વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે, પરંતુ તે પહેલાં યુક્રેનના ટોચના નેતૃત્વને લઈ વિવાદ શરૂ થયો છે. ગુરુવારે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકી આ અઠવાડિયે આર્મી ચીફ જનરલ વાલેરી ઝાલુઝનીને બરતરફ કરશે. અગાઉ સોમવારે ઝેલેન્સકીએ વાલેરીને રાજીનામું આપવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે ઇનકાર કર્યો. વાલેરીને હટાવવા માટે ઝેલેન્સ્કી રાષ્ટ્રપતિના હુકમનામાનો ઉપયોગ કરશે.
કીવ ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટના સરવે મુજબ, 88 ટકા યુક્રેનના લોકો જનરલ વાલેરી પર જ્યારે 62 ટકા લોકોને ઝેલેન્સકી પર ભરોસો છે. યુક્રેનના 72 ટકા લોકો વાલેરીને હટાવવાના વિરોધમાં છે જ્યારે 2 ટકા લોકો સમર્થનમાં છે.