યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયાને આર્થિક રીતે તોડવા કડક પ્રતિબંધો લગાવ્યા હતા. જોકે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના નજીકના લોકો સહિત મોટા ઉદ્યોગપતિઓએ આ પ્રતિબંધ સામે કડક જવાબ આપ્યો છે.
પશ્ચિમી દેશોના દબાણમાં કોકા-કોલા, લેવિસ, એપલ જેવી ઘણી મોટી કંપનીઓએ પોતાનો બિઝનેસ બંધ કરી દીધો હતો. ઘણી કંપનીઓએ તેમની મિલકતો બજાર કરતાં ઓછી કિંમતે વેચવી પડી હતી. કંપનીઓના આ નિર્ણયથી રશિયાના સામાન્ય ગ્રાહકોને તેમની ઈચ્છિત પ્રોડક્ટ્સ મળવાનું બંધ થઈ ગયું હતું, પરંતુ એક ફાયદો રશિયાના વગદાર લોકોને પણ થયો છે. રશિયામાં સ્ટારબક્સના 130 સ્ટોર હતા, જે મોટા ભાગે ફ્રેન્ચાઇઝી મોડલ પર ચાલતા હતા. કંપનીએ ગત વર્ષે મે મહિનામાં તેની આખી પ્રોપર્ટી સસ્તા ભાવે વેચી દીધી હતી.
એવો બિઝનેસ ખરીદયો જે નફાકારક ન હતો
લક્ઝરી રેસ્ટોરન્ટના માલિક આર્કાડી નાવિકોવે સમાન કિંમતે 30 ક્રિસ્પી ક્રેમ રેસ્ટોરન્ટ્સ ખરીદી છે. ટિમાટી અને પિન્સ્કીનું કહેવું છે કે, અમે ગુમાવવા નથી માંગતા, અમે એવો બિઝનેસ ખરીદયો જે નફાકારક ન હતો.